પ્રકરણ-૧

ઈલેક્ટ્રીશીયન ટ્રેડનો મહત્વ

(SCOPE OF ELECTRICIAN TRADE)

 

પરિચય

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ (ડીજીટી) કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય (એમએસડીઇ) હેઠળ આવે છે. અર્થતંત્ર/રોજગાર પર આધારિત વિવિધ વ્યાવસાયિક તાલીમ ટ્રેડની શ્રેણી ઓફર કરે છે. નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NATIONAL COUNCIL OF VOCATIONAL TRAINING) (એનસીવીટી)ના નેજા હેઠળ વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમો આપવામાં આવે છે. પ્રિન્સીપલ એ આઈ.ટી.આઈ.(ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ) ના વડા હોય છે. નેશનલ કોડ ઓફ ઓક્યુપેસ્ન (NATIONAL CODE OF OCCUPATION)(એનસીઓ) પર આધારીઈલેક્ટ્રીશીયન ટ્રેડમાં બે વ્યાવસાયિક વર્ગીકરણ તેમના NCO કોડ સાથે આ પ્રમાણે છે:

 

(i)           ઈલેક્ટ્રીશીયન જનરલ (એનસીઓ - 2015 સંદર્ભ 7411.0100)

 

(ii)         ઈલેક્ટ્રીકલ ફિટર (એનસીઓ - 2015 સંદર્ભ 7412.0200)

 

ઈલેક્ટ્રીશીયન જનરલ

1. ફેક્ટરીઓ, વર્કશોપ, પાવર હાઉસ, બિઝનેસ અને રહેણાંક પરિસર વગેરેમાં ઈલેક્ટ્રીકલ મશીનરી, ઉપકરણો અને ફીટીંગ ને  ઇન્સ્ટોલ કરી તેની જાળવણી અને સમારકામ કરે છે.

2.ઈલેક્ટ્રીકલ  સર્કિટ, ઇન્સ્ટોલેશન વગેરે નક્કી કરવા માટે ડ્રોઇંગ અને અન્ય વિશિષ્ટતાઓનો અભ્યાસ કરે છે.

3.ઈલેક્ટ્રીકલ મોટર્સ, ટ્રાન્સફોર્મર્સ, સ્વિચબોર્ડ, માઇક્રોફોન, લાઉડ સ્પીકર્સ અને અન્ય ઈલેક્ટ્રીકલ  ઇક્વિપમેન્ટ્સ ના ફીટીંગ  અને લાઈટીંગ ફિક્ચર્સ ઇન્સ્ટોલ કરે છે.

4.જોડાણો અને સોલ્ડર ટર્મિનલ બનાવે છે. ઈલેક્ટ્રીકલ ઇન્સ્ટોલેશન અને ઉપકરણોનું પરીક્ષણ કરે છે અને મેગર, ટેસ્ટ લેમ્પ વગેરેનો ઉપયોગ કરીને ખામીઓ શોધી કાઢે છે.

5.ખામીયુક્ત વાયરીંગ, ફ્યૂઝ અને ખામીયુક્ત પાર્ટ્સને રીપેર અથવા બદલે છે.ઈલેક્ટ્રીકલ  મોટર્સ, પંપ વગેરેનું સંચાલન અને જાળવણી કરી શકે છે.

 

ઈલેક્ટ્રીકલ  ફિટર

1. મોટર, ટ્રાન્સફોર્મર્સ, જનરેટર, સ્વિચ ગીયર્સ, પંખા વગેરે, ફિટિંગ્સ, વાયરિંગ અને એસેમ્બલીના ડ્રોઇંગ અને વાયરિંગ આકૃતિઓ જેવા ઈલેક્ટ્રીકલ મશીનરી અને ઉપકરણોને એસેમ્બલ કરે છે.

2.   ડ્રોઇંગ અને વાયરિંગ આકૃતિ અનુસાર પ્રિફેબ્રિકેટેડ ઈલેક્ટ્રીકલ અને મિકેનિકલ ઘટકો એકત્રિત કરે છે અને યોગ્ય કામગીરી અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે તેને ગેજ, મેગર વગેરે સાથે ચકાસે છે.

3.   વિદ્યુત જોડાણો અને સોલ્ડર પોઇન્ટ્સને વાયરિંગ આકૃતિ પ્રમાણે કરે છે.

4. એસેમ્બલીના દરેક તબક્કે મેગર, એમ્મીટર, વોલ્ટમીટર અને અન્ય ઉપકરણોનો ઉપયોગ કરીને સાતત્ય, પ્રતિરોધ, સર્કિટ શોર્ટિંગ, લીકેજ, અર્થિંગ વગેરેની ચકાસણી કરવામાં આવે છે અને એસેમ્બલીમાં ભરેલા મીકેનીકલ અને વિદ્યુત બંને ઘટકોની નિર્ધારિત કામગીરી સુનિશ્ચિત કરે છે.

5.   બસ બાર, પેનલ બોર્ડ, ઈલેક્ટ્રીકલ પોસ્ટ, ફ્યૂઝ બોક્સ સ્વિચ ગીયર્સ, મીટર, રિલે વગેરે જેવા વિવિધ ઉપકરણો ઊભા કરે છે, જેમાં નોન-કન્ડક્ટર, ઇન્સ્યુલેટિંગ અને હોલિંગ ઉપકરણોનો ઉપયોગ કરીને ફીડર લાઇનમાં વિદ્યુત પ્રવાહ મેળવવા અને વિતરણ માટે જરૂરી સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

6.   જરૂર પડે તે રીતે લિફ્ટિંગ અને હોલિંગ ઉપકરણોનો ઉપયોગ કરીને મોટર, જનરેટર્સ, ટ્રાન્સફોર્મર્સ વગેરે ઇન્સ્ટોલ કરે છે,ઈલેક્ટ્રીકલ  વાયરિંગ નિર્ધારિત કરે છે અને સપ્લાય લાઇન સાથે જોડાય છે.

7.   બ્રેકડાઉનના કિસ્સામાં ફોલ્ટ શોધી કાઢે છે અને ફ્યૂઝ, બળી ગયેલી કોઇલ, સ્વીચ, કન્ડક્ટર વગેરેની જગ્યાએ રીપેરીંગ કરે છે.

 

 

ઈલેક્ટ્રીશીયનની મુખ્ય કુશળતા

1.   ટેકનિકલ પરિમાણ દસ્તાવેજો, આયોજન અને કેન્દ્રીય કાર્ય પ્રક્રિયા વાંચો અને તેનું અર્થઘટન કરો, જરૂરી સામગ્રી અને સાધનોને ઓળખો.

2.   સલામતીના નિયમો, અકસ્માત નિવારણ નિયમન અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને કાર્યો કરો.

3.   નોકરી કરતી વખતે વ્યાવસાયિક કૌશલ્ય જ્ઞાન અને રોજગાર કૌશલ્યનો ઉપયોગ કરો.

4.   બગડી ગયેલ મશીન ને આપેલ વાઈરીંગ ડાયાગ્રામ મુજબ બગડી ગયેલ પાર્ટ્સ ને દૂર કરી ચાલુ કરવી.

 

 

ઈલેક્ટ્રીશીયન માટે તકો

1. સ્થાનિક વીજ બોર્ડ, રેલવે, ટેલિફોન વિભાગ, એરપોર્ટ અને અન્ય સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં ઈલેક્ટ્રીશીયન તરીકે

2. ફેક્ટરીઓમાં(પબ્લિક/પ્રાઇવેટ) ઓડિટોરિયમ અને સિનેમા હોલમાં ઈલેક્ટ્રીકલ  ઉપકરણોનું પરીક્ષણ અને જાળવણી માટે ઈલેક્ટ્રીશીયન ની જરૂર પડે છે.

3.   સ્વિચ ગીયર ફેક્ટરીઓમાં ઈલેક્ટ્રીકલ  કન્ટ્રોલ ગીયર્સ અને પેનલ બોર્ડ પર કામ રવા માટે જરૂર પડે છે.

4.   વાઈન્ડીંગ શોપમાં ઈલેક્ટ્રીકલ  મોટર્સનો વાઈન્ડર તરીકે જરૂર પડે છે.

5.   ઈલેક્ટ્રીકલ  દુકાનોમાં ઈલેક્ટ્રીકલ  એપ્લાયન્સીસ રિપેરર તરીકે જરૂર પડે છે.

6. હોટેલ્સ, રિસોર્ટ્સ,હોસ્પિટલ અને ફ્લેટ્સમાં ઈલેક્ટ્રીકલ  ઇક્વિપમેન્ટ અને સર્કિટ ઇન્સ્ટોલ કરવા અને જાળવણી કરવા માટે ઈલેક્ટ્રીશીયન ની જરૂર પડે છે.

7.   સ્થાનિક ઉપકરણો બનાવતા ફેક્ટરીમાં એસેમ્બલર તરીકે પણ જરૂર પડે છે.

8.   પ્રતિષ્ઠિત કંપનીઓમાં ઘરેલુ ઉપકરણો માટે સર્વિસ ટેક્નિશિયન પણ કામ કરી શકે છે.

 

 સ્વરોજગારની તકો

1.   ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ઈલેક્ટ્રીકલ  સ્વિચ ગીયર અને મોટરના સમારકામ માટે સર્વિસ સેન્ટર.

2. હોટેલ્સ/ રિસોર્ટ્સ/હોસ્પિટલો/બેંકો વગેરેમાં વાયરિંગ ઇન્સ્ટોલેશનનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટર.

3.   ઈલેક્ટ્રીકલ  પેનલ માટે સબ-એસેમ્બલીનું ઉત્પાદક

4.   સીધા વાયરમેન 'બી' લાઇસન્સ મેળવવા ને પાત્ર છે, જે ઈલેક્ટ્રીકલ લાઇસન્સિંગ બોર્ડ દ્વારા જારી કરવામાં આવે છે અને ઘરેલુ વાયરિંગ અને ઔદ્યોગિક વાયરિંગ માટે કોન્ટ્રાક્ટર બની શકે છે

5.   ઈલેક્ટ્રીકલ મોટર્સનું આર્મેચર વાઈન્ડીંગ કરવું

6.   સરળ ઇલેક્ટ્રોનિકનું સમારકામ.

7.   ઘરેલું ઉપકરણો ની જાળવણી અને સમારકામ

8.   ઈલેક્ટ્રીકલ  હાર્ડવેર માટે ડીલરશીપ/એજન્સી

9.   ચોક્કસ ક્ષેત્રમાં વધારાની તાલીમ સાથે ઓડિયો/રેડિયો/ ટીવી મિકેનિક બની શકે છે

 


 પાવર કંપનીઓનું સામાન્ય માળખું

 


Ø  ઈલેક્ટ્રીસીટી બોર્ડ રાજ્યની મુખ્ય વીજ કંપની છે.

Ø જે કંપનીઓ વીજળી નું ઉત્પાદન કરે છે તેને જનરેશન કંપની (જેન્કો) કહેવામાં આવે છે.

Ø અલગ અલગ સ્થળોએ વીજળીને પહોંચાડવાની કામગીરી સાથે સંકળાયેલી કંપનીને ટ્રાન્સમિઝન કંપની (ટ્રાન્સકો) કહેવામાં આવે છે.

Ø આપણા ઘરમાં વીજળી ના વિતરણ માટે જવાબદાર કંપનીને ડિસ્ટ્રિબ્યુશન કંપની (ડિસ્કોમ) કહેવામાં આવે છે.

 




 ગુજરાતમાં પાવર કંપનીનું માળખું

Ø ગુજરાતની મુખ્ય વીજ કંપની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) છે, જે સૌ પ્રથમ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ (જીઈબી) તરીકે ઓળખાતી હતી.

Ø વીજ ઉત્પાદન કંપની ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ (જીએસઈસીએલ) ઉદાહરણ છેઃ પદવા પાવર પ્લાન્ટ

Ø ટ્રાન્સમિશન કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) ઉદાહરણ છેઃ જેટકો વર્તેજ

 


Ø ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં 4 ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ છે. જેમાં ડીજીવીસીએલ(DGVCL), એમજીવીસીએલ(MGVCL), પીજીવીસીએલ(PGVCL) અને યુજીવીસીએલનો(UGVCL) સમાવેશ થાય છે.